ધરા શીશ સો ધરે મરે પણ ટેક ન મુકે,
ભાગે સો નહિ લડે શુરપદ કદી ન ચુકે,
નિરાધાર કો દેખ દિયે આધાર આપબલ,
વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહિ છલ,
પર્સ્ત્રીયા સંગ ભેટે નહિ ધરત ધ્યાન અવધૂત કો,
કવિ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો.
જિનકો ખાયો અન્ન ચૂકવત દાન ઇન કો,
જિનકો શિર ઉપકાર આપ દિયે બદલો ઇનકો,
દયાવંત દાતાર કર્ણ સમો કવિયન કો,
રણ કો જાનત ખેલ અરી નિત કાલ જારન કો,
શિર બીના જાહી કો ધડ લડે દરે ના જામ કે દૂત કો,
કવિ સમાજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો..
- સૌરાષ્ટ્ર રસધાર