શ્રી નરસિંહ ભગવાનની સ્તુતિ

।। દોહા।।

સમય એક પ્રહલાદસું ; કીન અસુર અતિ ક્રોધ ,
કોટ બિકટ ચહું દિશ કરી , જબર ઘેરિ બડ જોધ . -૧

પતિ દૈત નિજ પુત્રસે; બોલત હે તિહિ બેર,
કહાં રામ તવ નાથ કિત, તુરત લેહુ અબ ટેર. -૨
કઠિન થંભ ધખિ લાલ કરિ, બાહુ ખડગ બિકરાલ,
હરિ બતાવહુ હાલ મોહિ, કરું પુત્ર તવ કાલ. -૩

।।છંદ-રેણંકી।।

સુનીયત અત ભ્રમત નમત મન હરિસન, ભગત મુગત ભગવત ભજનં.
સુરપત પત મહત રહત રત સમરત, સત દ્રઢ વ્રત ગત મત સજનં;
ધ્રત લખત રખત જગપત ઉરધારણ, સુરત પુકારણ શ્રવણ સુણે,
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંઘ બણે. -૧

કડડડ બ્રમ્હાંડ એકિ સહ કડકત, અડડ અડડ દધિ જલ ઉછલં,
ધડધડ ધરધમંક થડડ ભય ભૂધરક, ખડડ મેરુ શિવ ધ્યાન ખુલં;
તડતડ સુર દુંદ ધડક અસુરાં તન, ગડડ હાસ્ય અટ હડડ ગણે,
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંઘ બણે. -૨

થરરરરર થંભ ફટત ધર થરહર, ફરર કોટ ફર હરર ફનં,
ડરડર મુખ વકર ભયંકર દેખત, ઝરર તેજ ઝર હરર તનં;
કર કર જન અમર સમર ખય કરકત, હરહર દૈત સુપ્રાણ હણે,
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંઘ બણે.-૩

કટકટ રદ ભ્રકુટ ત્રકુટ મુખ ભય કટ, લપટ ઝપટ દ્રગ ત્રગટ લલં,
ઝટપટ એઁગ ઉલટ પલટ કર ઝંપિય, ચપટ ચોટ અતિ દુપટ ચલં;
પરગટ ઝટ પટક હિરણકસ્યપ પ્રભુ, ખટખટ ઘટ નખ ફુટત ખણે;
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંઘ ભણે -૪

ધક ધક ધક ધદક ધધક ધધક રુધિરન ધક,
થરક ઉઝક ઝક શેષ થિયં, શક પક મગ અરુણ અરક રથ ચુકિય, હક બક થક સબ અસુર હિયં,
ચક મક ઉર ચમક દમક દૈખત ચખ
ભભક ભભક રવ ઘોર ભણે,
ભટ થટ અસુરાંણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંધ બણે-૫

ધણણણણણ શંખ દુદુંભિ ધોરણ, ભણણ વેદ મુખ બ્રહ્મ ભણે,
ઝણણણ ઝણકાર ઝલર ફુલન ઝડ, હણણ દૈત ગણ અગણ હણે;
બણણણ બલ બાહુ ગણણકુણ બિકમ, રિયણ નાદ જયજય રણણે;
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસંઘ બણે- ૬

ઝળ ઝળ અતિ કમળ ન્રમળ મુખ ઝળકત,
ભળળ તેજબળ પ્રબળ ભવં,
પળપળ ચલ બિચળ રમા નહીઁ પૈખત,
નકળ અકળ હરિ રુપ નવં,
ફલ ફલ મુનિ દેવ સકળ દ્રગ દેખત,
પલ મહ ખલ દલ નાશ પણૈ,
ભટ થટ અસુરાંણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંધ બણે- ૭

જન જન ધુની સજન, ભગદત જન જન પ્રતી;પ્રસન વદન પ્રહલાદ પરં,
તન તન નિજ શરન ચરન નિજ જન તિહિ, ધરન ઉરન શિર ભૂજન ધરં,;
પ્રમિ તન શ્રુતિ ભનન સનન સત વન પ્રભુ, ઘન “રવિ” કવિ જય શબ્દ ઘણૈ;
ભટ થટ અસુરાંણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રુપ નરસિંઘ બણે-૮

।।કળશ છંદ :છપ્પય।।

નાથ જયતિ નરસિંઘ, બિકટ તન રુપ બણાવણ,
નાથ જયતિ નરસિંઘ નિપટ ખલ ઝુઁડ નશાવણ,
નાથ જયતિ નરસિંઘ, જપત જન કષ્ટહિ જારન,
નાથ જયયતિ નરસિંઘ, બાહુ બલ દુષ્ટ બિડારણ,
ત્રય લોક શ્યામ સમરથ તુંહી, વેષહિ અદભુત ધર વયં,
કૃત અમિત નાથ “રવિ”કવિ કહત નાથ જયતિ નરહરિ જયં;

– મુળીના રહીશ રવીરાજ કવિ સિંહઢાયચ ચારણ

Jabbardan Gadhavi

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...