ઝવેરચંદ મેઘાણી – Jhaverchand Meghani

જન્મ
  • 28 ઓગસ્ટ 1896; ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)
  • વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન
  •  9 માર્ચ 1947
 કુટુમ્બ
  • માતા – ધોળીમા, પિતા – કાળીદાસ
  • ભાઇઓ –  લાલચંદ, પ્રભાશંકર
  • પત્ની લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
  • સંતાન – પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ
  • મેટ્રિક –1912
  • બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય
  • 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર
  • 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં
  • 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર
  • 1930– સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’કાવ્ય ગાયું
  • સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું
  • 1931– ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું
  • 1933– રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન
  • 1941– શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં
  • 1946– ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
રચનાઓ
  • કાવ્યસંગ્રહ -6
  • નવલકથા-13
  • નવલિકા સંગ્રહ – 7
  • નાટક ગ્રંથ- 4
  • લોકકથા સંગ્રહ –13
  • લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9
  • સાહિત્ય વિવેચન – 3
  •  જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ
  • તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન
  • 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક
  • 1946 – મહીડા પારિતોષિક
Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com