મારે સાબુ તો થવું છે, જીવતર ખોવા રે..
માનવીના ધોવા મેલને રે.. જી..
મારે કાપડ કેરાં, કાળજાં વલોવા રે..
માનવીના ધોવા મેલને રે.. જી..
કાળો બનું હું પાણો.. ધોબીડાની ધોણે.. રે.
લાખું આવે નાં’વા ને નિચોવા રે.. (1)નીર નદિયું નાં થાવું.. ક્યાંય ન રોકાવું.. રે.
રાત દી’ મળે નહીં ઘડીએ સૂવા રે..(2)જનમોજનમ હું’ તો.. સરજુ ધોબીડો.. રે.
(મારે) મેલા પાલવનાં પાપ ધોવા રે..(3)કોઈ ઝાડવાનો બેટો.. ‘કાગ’ ભાગ્યશાળી.. રે.
(મારે) થાવું રે પડે તો ધોકો થાવું રે..(4)
માનવીના ધોવા મેલને રે.. જી..
મારે સાબુ તો થવું છે, જીવતર ખોવા રે..
– કવિ દુલા ભાયા કાગ
Jiyo kavi kag