લળી લળી પાય લાગુ

લળી લળી પાય લાગુ,
દયાળી દયા માગુ રે, મોગલ માડી …

માં તું ચૌદ ભુવનમાં રેતી, ઉડણમાં આભ લેતી,
છોરૂને ખમ્મા કેતી રે, મોગલ માડી …

ડાઢાળી દેવી એવી, સુરનાગ નરે સેવી,
તને કેવડી તે કેવી રે, મોગલ માડી …

ધાંધણીયા ઘેર આવી, તાત દેવસુર દિપાવી,
વંશ ચારણે વધાવી રે, મોગલ માડી …

તુ છો તરણ ને તારણ, વળી વંશને વધારણ,
ચંડીકા ખરી ચારણ રે, મોગલ માડી …

ત્રીશુળ લઈને હાથે, સહું જોગણી સંગાથે,
ભેળીયો ઓઢીને માથે રે, મોગલ માડી …

ધા સાંભળીને ધાજે, ગળ ગળો સાદ ગાજે,
મનડુ તને મનાવે રે, મોગલ માડી …

દારિદ્ર દુઃખ દળજે, પ્રબળા બિરદને પળજે,
વારુ કરવા વળજે રે, મોગલ માડી …

ગાંડી આ દેવ ગરજી, કરૂં હાથ જોડી અરજી,
પછી જેવી તારી મરજી રે, મોગલ માડી …

દાન અલગારી રંગ દે છે, ભામીણા તોરા લે છે,
તુ ને ઉદો ઉદો કહે છે રે, મોગલ માડી

દાન અલગારી

Jabbardan Gadhavi

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...