
ભીતર જોજે, ક્યાં ક્યાં ભટકે?
ક્યારે આદર્યું? ક્યાં જઈ અટકે?
મરી જવું તો સાવ સરળ છે!
કઠણ છે જીવતર કટકે કટકે!!
અમુક શબ્દો, અમુક વાણી,
આજે પણ ખૂણામાં ખટકે!
સુંદર યાદો, મસ્ત પળો એ,
તસ્વીરો થઈ ભીંતે લટકે!
એમ અચાનક સપનું તૂટ્યું!
કોઈ જગાડે એક જ ઝટકે.
“બિંદુ” હું તો અનંત છું પણ,
લખતાં કલમ અધવચ્ચે બટકે…
જબ્બરદાન ગઢવી (કવિ “બિંદુ”)
૯૯૨૪૨૨૨૫૪૩