નારીની મહાનતા

આપણી પવિત્ર માતૃભૂમિ, ભારતવર્ષે સુલભા, ગાર્ગી, મદાલસા વગેરે સાધુ-નારીઓ, સીતા, સાવિત્રી, અનુસૂયા તથા નલયાની વગેરે પતિવ્રતાઓ તથા મીરા જેવી ભક્તનારીઓ, મહારાણી ચુડલાના જેવી યોગી નિદ્રોને જન્મ આપ્યો છે. આ ઇતિહાસના હજારો જાણીતા-અજાણ્યા નામો પૈકી આ તો થોડાંક જ છે.
આધુનિક નારીસમાજે તેઓમાંથી પ્રેરણા લેવી જોઈએ તેમણે તેમના જેવું જીવન ગુજારવું જોઇએ તેમણે ભૌતિક ભપકાથી દૂર રહેવું જોઈએ કોઇ વ્યસની, વિલાસી નારી સાચી સ્વાધીનતાને સમજતી નથી.
જયાં-ત્યાં રખડવું, કર્તવ્યહીન બનવું, મનફાવે તેવું કરવું, બધું જ ખાવું-પીવું, ગાડીઓમા ફરવું અથવા પશ્ચિમનું અાંધળું અનુકરણ કરવું, તે સ્વતંત્રતા નથી. સતીત્વ સ્ત્રી નો શ્રેષ્ઠ અલંકાર છે. સતીત્વનું ઉલ્લંઘન કરી સામાન્ય મનુષ્યની માફક વર્તન કરીને નારી પોતાની કોમળતા, બુદ્ધિમત્તા, પ્રતાપ અને સૌંદર્યનો નાશ કરે છે.
સ્ત્રીઓ કોઈ પણ રીતે પુરુષથી ઊતરતી નથી. તેઓ શ્રેષ્ઠ વ્યકિતત્વ ધરાવે છે, સ્વભાવથી ધૈર્યવાન, સહનશીલ, ભક્તિભાવવાળી હોય છે. તે પુરુષથી સારા ગુણ ધરાવે છે. તે પુરુષથી વધુ આત્મબળ ધરાવે છે. તેમનું દેવીરૂપમાં સન્માન તથા આદર કરવો જોઈએ. આમ છતાંય તેઓ પોતાના પતિઓની આજ્ઞા પાળનારી હોવી જોઈએ. આ બધું તેમના પ્રતાપ, તેજ તથા પતિવ્રત ધર્મને વધુ ઉજજવળ કરશે.
પત્ની પુરુષની અર્ધાંગિની હોય છે. કોઈ યજ્ઞ અથવા ધાર્મિક કાર્ય તેમના વિના સફળ ન થાય. તે પુરુષની જીવનસાથી છે. એવા દાખલા મળે છે કે કેટલીક વાર પત્ની ભક્તિ અને પવિત્રતાના લીધે પોતાના પતિની ગુરુ બની જાય છે. જો પુરુષ પોતાની પત્નીને પોતાની દાસી કે પોતાનાથી ઊતરતી સમજે કે સ્ત્રી માત્ર ભોજન બનાવવા તથા ભોગ-વિલાસ માટે છે, તો તે ખૂબ જ ખરાબ અને અક્ષમ્ય અપરાધ કરે છે.
સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ. સભ્ય નારીઓ સમાજ માટે આશીર્વચન જેવી હોય છે. પરંતુ વધુ પડતી સ્વાધીનતા તથા સ્વચ્છંદતાનું ફળ ખૂબ જ ખતરનાક હોય છે. આ માનવજીવન મહત્વપૂર્ણ છે. મધ્યમ માર્ગ જ સર્વોત્તમ છે. કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. સ્ત્રીઓને ગીતા, ભાગવત, રામાયણ તથા અન્ય ધાર્મિક પવિત્ર ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ. શરીર, આરોગ્યવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, કૌટુંબિક કાર્ય, બાળશિક્ષણ, રસોઇનું જ્ઞાન તથા સંતાનશાસ્ત્ર વગેરેનું પણ જ્ઞાન હોવું જોઈએ.
સ્ત્રીઓ કુદરતી રીતે જ સારી માતાઓ હોય છે. ભગવાનની રચનામાં તેમણે ઘણું મોટું કાર્ય કરવાનું હોય છે. દૈવી ઉપક્રમમાં આવું જ વિચાર્યું હતું. આ ઈશ્વરની ઇચ્છા છે. સ્ત્રીઓ પોતાના અલગ મનોવૈજ્ઞાનિક, વિશિષ્ટ, સ્વભાવ, સામર્થ્ય, ગુણ તથા સંસ્કાર ધરાવે છે. સમાજમાં નારી પોતાનું અલગ કાર્યક્ષેત્ર ધરાવે છે અને પુરુષ પણ અલગ છે. તે પુરુષ સાથે હરીફાઈ કરી શકતી નથી જે તેણે ન કરવી જોઇએ. તેમણે પુરુષનું કામ કરવું જોઈએ નહીં, જેઓ શિક્ષિત છે તેમને પોતાના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. માતા-પિતાની ફરજ છે કે પોતાની દીકરીઓને યોગ્ય શિક્ષણ અપાવે, જે ખૂબ જ જરૂરી છે. સારી માતાઓનું સમાજમાં પૂજનીય સ્થાન હોય છે. સારી માતાઓ બધા માટે સન્માનીય અને આદરણીય હોય છે. તે સમાજમાં અજોડ હોવાથી અપૂર્વસ્થાન અને હોદ્દાની અધિકારી છે.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com