હરીયાળી ગીર છે રૂડી

હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી

વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ
જમના કાંઠે જાદવા હારે ગોપીયું ઘૂમી રઈ
શાદુળાની ડણકયું વાગે જશોદાની છાશ ફેરાતી
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી

કેશુડા કેરી કળીયુ ખીલી જાણે ઉગતો સુરજ રૂપ
ટોચ ડુંગરડેથી ચાંદલો ઉગે શિવ શિરે ગંગ મુખ
રીંછડીયુ ડુંગરા ટોચે જોગી બેઠો ચલમ્યું ફૂંકે
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી

ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ
લાલ પાઘડીયે લાડડો રૂડો વીર શોભે વરરાજ
વાદળિયું વારણા લેતી જાનડીયુ કાનમાં કેતી
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી

– કવિ શ્રી રાજભા ગઢવી

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...