કેમ વિસારું કાના કેમ વિસારું કાના
પૂરવનો લાગેલ મને પ્યાર રે. કેમ…ટેક.
અવર જગત તે મારી નજરે ના આવે વાલા
તમથી બંધાણો એક તાર રે. કેમ…૧
નટવર નેણાથી ન્યારા ન રેજો વાલા
હરિવર હઈડા કેરા હાર રે. કેમ…૨
નિરબળ જાણી સદા નેહ નિભાવો વાલા
આપનો એક આધાર રે…. કેમ…૩
પિંગલ કહે મને મુરતી છે પ્યારી વાલા
વારી હું જાઉં વારંવાર રે. કેમ…૪
Advertisements
— ભજન – કીર્તન — પિંગળવાણી – Pingalvaani |