કહેવું શું હવે તમને કાના (કીર્તન)

કહેવું શું હવે તમને કાના,
નંદકુંવર નથી નાના રે.  …કહેવું…ટેક.

પેલી અમશું પ્રીત કરીને,
હરિ ગયા છો મનડા હરીને,
વાલા બેઠા કૂબજાથી વરીને, ફેરો ન આવ્યા ફરીને.  …  કહેવું…૧

જો જાણ્યા હોત તમને આવા,
જીવન દેત નહીં કદી જાવા,
ખોટા ખોટા સોગન ખાવા, તમને ઘટે નહીં માવા રે.  …  …કહેવું…૨

દુ:ખડા દીયો છો મહીના દાણી
હાંસી ને વળી થઈ છે હાણી
અલબેલી રાધા અકળાણી, તજી દીધા અન્નપાણી રે.  … કહેવું…૩

પિંગલ કહે હવે નાથ પધારો
સેવા બાળપણની સંભારો
ત્રિકમ ભવસાગરથી તારો, બેડી પાર ઉતારો રે.  …  …કહેવું…૪

ભજન – કીર્તન — પિંગળવાણી – Pingalvaani

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com