મુને ઘડી નથી વીસરતા હરિ…ટેક.
વાલીડા મારા ગિરિવર કર પર ધાર્યો,
એવો વ્રજનો દેશ ઉગાર્યો રે. હરિ…૧
વાલીડા મારા કાળી નાગે ફંદ કીધો,
લટકાળા નાથી લીધો રે. હરિ…૨
વાલીડા મારા કંસ હતો દુ:ખકારી,
મોહનજી નાખ્યો મારી રે. હરિ…૩
વાલીડા મારા ભવ રે સિંધુના છો તારા,
પિંગલ કહે પ્રીતમ પ્યારા. હરિ…૪
- ભજન – કીર્તન – પિંગળવાણી – Pingalvaani