આ દેહ બની અલબેલી રે,
ખૂબ જગતમાં ખેલી. આ દેહ...ટેક.
ગુરુજી મારા તાપમાં નહીં તપેલી,
એ તો શીતલ છાંય વસેલી ખૂબ...૧
ગુરુજી મારા કષ્ટમાં નહીં કસેલી,
એ તો રસબસ રંગમાં રહેલી રે. ખૂબ...૨
ગુરુજી મારા નહીં રે પુરાની થયેલી,
એ તો નિત બની નવેલી રે. ખૂબ...૩
ગુરુજી મારા પિંગલ કહે વાત છેલ્લી,
એને જળતી જોઈ અકેલી રે. ખૂબ...૪
— ભજન – કીર્તન — પિંગળવાણી – Pingalvaani |