દુહો
કહા હુવા સુર ધામ તે, કહા હુવા અતિ દામ,
રામ નામ સમરમ બિના કહા ગ્રાસ અરુ ગામ.
છંદ સર્વગામી
ક્યાં હુવા ગામતે ક્યાં હુવા ધામતે ક્યાં હુવા દામતે કામ નાવે,
ના ભજયા નાથ તે કયું ભરી બાથતે, જો ભયા હાથ તે સાથ આવે. ...૧
ના કિયા લગ્ન તે ના કિયા યજ્ઞ તે, ના ભયા મગ્ન તું રામ નામે ,
ના ભયા બીર તું ના ભયા પીર તું, ના ભયા સ્થિર તું ધૈર્ય ધામે. ...૨
ના ભયા તાતકા ના ભયા માતકા, ના ભયા ભ્રાતકા નીઠ નાતી,
ના ભલી ખ્યાતકા ના ભલી રાતકા, શોખ ના બાતકા વજા છાતી. ...૩
ના હુવા પાસ તું દારિકા દાસ તું, વિત્તકા ખાસ તું ભક્ષ વારા,
રાક્ષસી બંસકા કામ હે કંસકા, મધ રુ માંસકા ભક્ષ વારા. …૪
ના કબુ રંગમે સંતકે સંગમે, ના કબુ જંગમે જીત પાયા,
નાહી સત કર્મમે નાહી સત ધર્મમે; ભૂતકા ભર્મમે તું ભુલાયા. ...૫
ચેત રે ચેત તું માન મેરા સહી, સચ્ચિદાનંદ લે નામ સાધી,
કે’ કવિ પિંગલ ધર્મકુ પાયગા, એ બુરા દંગલ હે ઉપાધિ. ...૬