દુહો
ભવદધિ તૃષ્ણા જલભર્યો, વિષમ પૌન વહેવાર,
નૌકા હે ગુરુ જ્ઞાનકી, પાર ઉતારન હાર.
છંદ – દુર્મિલા
નીરખી ગુરુ જ્ઞાન રૂપી નૌકા , તટપે ભવસાગર તારનકી ...ટેક
સુરતા દ્રઢદોર વિચાર રૂપી શઢ, ગંભીર નીર અપાર ગતિ,
મન મોજ તુરંગ અપાર ચઢે મગ, આવત જાત દિખાત અતિ,
લટકે સતસંગ રૂપી ઢિગ લંગર, યુક્તિ ઉતારૂ ઉતારનકી-નિરખી...૧
સદબોધ ખલાસી તપાસ ચલાવત, ધ્રુ વિસવાસ પે ધ્યાન ધરી,
મુરજાવત મઘરમચ્છ મદોન્મત, ચોટ લગાવત હે ચકરી,
બહેવાર તુફાન બેભાન બનાવત, ધીર છુડાવત ધારનકી-નિરખી...૨
બિચ ભાર વિકાર અપાર ભર્યો અરુ, કીચ કુસંગ બુરી કરની,
પલ સ્થિર નહીં પ્રતિકૂલ પ્રભંજન, બાતન જાત કબુ બરની,
કપતાંન ગુરુ સુકબાન ગ્રહી કર, અંતર ચાહ ઉગારનકી-નિરખી...૩
જબ વામ દહી અઘકી ગઠરી સબ, ચાલત નાવ હવા સુધરી
પરમારથ યંત્ર લગ્યો કવિ પિંગલ આશ્રમ બંદર પે ઊતરી,
મન મોદ બઢ્યો જન ગાવત મંગલ, વક્ત હે પાપ નિવારનકી-નિરખી...૪