દુહો
એક દેવકા અંશ હે, દૂજા રાક્ષસ દ્વારા, તૃતિય મનુષ્ય યહ જકતમે, પ્રગટત તીન પ્રકાર.
છંદ પદ્ધરી
અબ કહું પ્રથમ જો દેવ અંશ, બિખ્યાત સો આપ બંશ, પરિપુર્ન અંગ આદિત પ્રતાપ, મન દયાવંત ગિરમેર માપ...૧ જકતમે રહત સો ઈન્દ્રજીત, પ્રભૂ ભક્ત કવિન પર અતિ પ્રિતી, નિજ બચન લેત કાયમ નિબાહી, રનમે અજીત સબ જગ સરાહી...૨ અબ કહું જીવ રાક્ષસી એહ, સબ ભ્રખી નહીં કોઈ સંગ સ્નેહ, અતિ વિકલ કામ આલસ અપાર, દિલ ના ઉદાર અતિ પાપ દ્વાર...૩ જડ મતિ ક્રોધ ઉર જરત જવાલ, સો વૃથા કરત મુખતે સવાલ, સ્વાર્થી સદા છલ દંભ સાથ, નિજ ચિત્ત ચલિત ચોરકે નાથ...૪ બરનત હું અબ માનવ બિવેક, તજી દેત અખજ અરુ ગ્રહત ટેક, શુભ કર્મ ધર્મ તીર્થમે સ્નાન, દિલ દયા દેત ઘર અન્નદાન...૫ અરુ ખાત આપ જીનકા અનાજ, કબુ પ્રાન દેત ઈનહિકે કાજ, ગુન જાન શાસ્ત્રકા સત્ય જ્ઞાન, પિંગલ ભનંત માનુષ પ્રમાન...૬
Advertisements