નીત નવું શિખાય છે

આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે !

ખુલ્લી જે બારી માંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ  દેખાય છે !

જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે  હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે !

બાજુ ની રેંકડી ની પેલી તરબતર ખુશ્બુ,
હવે  ઘર માં જ સાંજે ખીચડી રંધાય છે !

કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલ માં વંચાય છે !

હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદ માં પણ ક્યાં વરતાય છે ?

શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ  જણાય છે !

દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની  નવી રીતમાં વિસ્મય જણાય છે !

ટાઈ, બૂટ, શુટ, રૂમાલ, પાકીટ નથી જોયતા,
બેસી ઘરમાં, ચડ્ડી પહેરી બધું કામ થાય છે !

કેટલી વધારી હતી વ્યર્થ ની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ  સમજાય છે !

જોયા કરે ભટ્ટ જી રંગ બધા અચરજથી,
નવા રોગ ને કારણે નીત નવું શિખાય છે !

— મેહુલ ભટ્ટ
Jabbardan Gadhavi

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...