ઝટપટ મન ચેત તજ ખટપટ

દુહો

કયું અટકત શુભ કાજમેં, ખટપટ મત કર ખ્યાલ,
કઠિન ઝપટ શિર કાલકી, ઝટપટ તજ જંજાલ.

છંદ – રેણંંકી

ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે---

ઘટઘટ પ્રતિ રોગ, અઘટ ઘટ ઘટના, વટવટ જ્ઞાન વિકટ વરનં,
તટતટ ફિર તિર્થ સહત સંકટ તન, મિટ તન ફેર નિકટ મરનં,
રટરટ મુખ રામ શમટ ભવસાગર, તરની શુભ વટ શરટ તરે – ઝટપટ...૧

તનમન ધન કિસન શરન કર અરપન, મન રન હન બન મોક્ષ બરં,
છન છન દન જાત કાલ ગતિ ધન સમ, અમન ચમન મન કયું અડરં,
દરશન મન મગન ભજન કર નિશિ દિન, જપતનિરંજન પાય જરે—ઝટપટ...૨

હર હર પર વિપત ધ્યાન ધર હરિ હર, ડર ડર પગ ભર દુક્રત ડરં,
કર કર શુભ કરમ ધરમ અવસર કર, નરવર સબ પર સમ નજરં,
ફર ફરના જન્મ મરન ફેરા ફર, શ્રીવર ચિતધર કાજ સરે—ઝટપટ...૩

હક હક ગ્રહ બાત અહરતજ બરહક, બક બક મત કર જક બદનં ,
છક છક મત ઈશ્ક તકત કયું બદ તક, મસ્તક ફિરત કેફ મદનં,
અંતક મિલ દૂત મચાવત ધક બક, ડારત દોજખ જીવ ડરે—ઝટપટ...૪

છલબલ તજ સકલ ચપલ મન ચલદલ, પલ પલ દુ:ખ માયા પ્રબલં,
જલબલ તન ખાખ હોત નિર્બલ જન, કલ ન પરત ગતિ હે અકલં,
તલ તલકી ખબર લેત હરિ ભૂતલ, ચલ સદ્પંથ જનમ સુધરે—ઝટપટ...૫

દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ, પગ પગ મગ મગ અલગ પરં,
ચગચગ મુખ દંત બચન જબ ફગફગ, જમ અનુચર લગભગ જગરં,
ભગવત ભજ ચેત સુભગ નર જગ ભલ, પિંગલસુજસ અચલપ્રસરે—ઝટપટ...૬

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com