દુહો
ના લીનો સદબોધ નર, કીનો અતિ અહંકાર, બાહરતે યોગી બન્યો, અંદર પાપ અપાર.
છંદ – મધુભાર
અધહે અપાર સમજ્યો ન સાર, મનમેં વિકાર અતિ અહંકાર. …૧ જૂઠી જીભાન ના પૂન્ય દાન, ના ધર્મ ધયાન પશુ તન પ્રમાન. ...૨ અતિ ખાત અન્ન સંગ્રહી ધન્ન, ના દયા મન્ન, જડ મતિ જન્ન. ...3 કયા કીયા ત્યાગ રસ રંગ રાગ, જપ નહીં જાગ, અતિ ક્રોધ આગ ...૪ તૃષ્ણા તમામ ધન ચાહ ધામ, રસના ન રામ નીતિ હરામ. ...૫ પિંગલ પઢંત નહીં જ્ઞાનવંત, કલિમેં ન સંત, એસે અનંત. …૬
Advertisements