દુહો
સત્ય કહું સદજ્ઞાન બિન, કબુ ન સુધરે કાજ, ભુપ બડા તબ ક્યાં ભયા, રૂપ હોય રતિરાજ.
છંદ ત્રોટક
રતિ રાજ સ્વરૂપ અનુપ રતિ, કવિરાજ બખાનત દિવ્ય કૃતિ, લખ ફોજ લહી રિપુ સંગ લરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૧ ઘર સંપતિ દંપતિ પ્રીત ઘની, બહુ મંદિર દીપક જ્યોત બની, સ્થિર નાહી તઉ ચીતવૃત્તિ ઠરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૨ અધિકાર દીએ સરકાર અતિ, પરવા ન રહે કિનકી નૃપતિ, જન મોહ બઢે તિહુ તાપ જરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૩ તપધારી બને દુનિયા તજકે, ભગવંત નિષિદિન ત્યું ભજકે, તૃષ્ના ચિત તો ભવ નાહી તરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૪ તન ખાખ ધરે ઘર નારી તજે, સબ ભોગન ચાહત યોગ સજે, મન હાથ નહીં દુ:ખ પાય મરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૫ યહ કારન ખોજ કરો અપની, નર કોન બિધિ યહ દેહ બની, કવિ પિંગલ સત્ય ઉચાર કરે, સદ્જ્ઞાન બિનાં ન કબુ સુધરે...૬
Advertisements