દુહો
દુ:ખ સહતા જગમે તઉ, મન રહેતા મગરુર,
કેહેતા સંત પુકાર કે, ધરા ધામ સબ ધુર-
છંદ – ભુજંગી
ધરા બીચ રાજા હુવા માનધાતા, ગજં ગ્રામ દાતા સબે શાસ્ત્ર જ્ઞાતા,
ભૂમિ કાજ નવખંડ કીના સુભાગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી...૧
ઉજેની હુવા વીર વિક્રમ ઐસા, પરાર્થે લગાયા અહો કોટી પૈસા,
સદાનંદકારી વિહારી સુહાગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી...૨
રતિવંત દેખો હુવા ભોજ રાજા, મતિવંત દાનેશ્વરી વંશ માજા,
રધી સમૃધ્ધી દ્વવાર વિદ્યાનુરાગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી...૩
પ્રથુરાજ દિલ્લી પતિ મર્દ પૂરા, ચડે સોળ સામંત રુ શત્ત શૂરા,
લર્યા સંગ ગોરી ભૂમિકાજ લાગી, તથાપી રહ્યાના યથા દેહ ત્યાગી...૪
હુવા અકબર દુશ્મનોકું હઠાયા, જહાંગીરને હુકમ અચ્છા જમાયા,
મહાબીર ઠાડે રહે માફ માગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી...૫
શિવાજી ભયા રાજ કીના સતારા, દીયા દાન હાથી કવિકો હજારા,
ઉમાનાથ જૈસે ઝરે ક્રોધ આગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી...૬
રહ્યા ના અનાદિ અબે ના રહેગા, કવિ લોગ સદર્કીતી આગે કહેગા,
પઢે પિંગલ છંદ ગોવિંદ ગ્રાગી, વૃથા હે સબે જકત જાનો વિરાગી...૭