ચિત ચેત સયાના

દુહો

હર પર વિપતિ હાથસે, ડર પર દારા દામ,

ધર ઈશ્વર નિત ધ્યાનમે કર નેકી કે કામ…૧

છંદ – ત્રિભંગી

કર નેકી કરસે ડરપર ઘરસે, પાક નજરસે ધર પ્રિતી,

જપ નામ જીગરસે બાલ ઉમરસે, જસલે જરસે મન જીતી,

ગંભીર સાગરસે રહે સબરસે, મિલે ઉધરસે પરવાના,

ચિત ચેત સયાના ફીર નહીં આના, જગમે આખર મર જાના…૧

મદ ના કર મનમે મિથ્યા ધનમે, જોર બદનમે જોબનમે

સુખ હે ન સ્વપનમે જીવન જનમે, ચપલા ધનમે છનછનમે,

તજ વેર  વતનમે દ્રેશ ધરનમે નાહક ઈનમે તરસાના,

ચિત ચેત સયાના ફીર નહીં આના, જગમે આખર મર જાના…૨

જુઠા હે ભાઈ બાપ બડાઈ, જુઠી માઈ માજાઈ,

જુઠા પિત્રાઇ જૂઠ જમાઈ જૂઠ લગાઈ લલચાઈ ,

સબ જુઠ સગાઈ અંત જુદાઈ, દેહ જલાઈ સમસાના,

ચિત ચેત સયાના ફીર નહીં આના, જગમે આખર મર જાના…૩

કોઉ અધિકારી ભુજબલભારી કોઉ અનારી અહંકારી,

કોઉ તપધારી ફલ આહારી, કોઉ વિહારી વૃતધારી,

ત્રસ્ના નહીં ટારી રહ્યા ભીખારી, અંત ખુવારી ઉઠ જાના,

ચિત ચેત સયાના ફીર નહીં આના, જગમે આખર મર જાના…૪

તજ પાપ પલીતી અસત અનીતિ, ભ્રાંતી ભીતિ અસ્થિતી,

સજ ન્યાય સુનીતિ ઉત્તમ રિતી, પ્રભુ પ્રતિતિ ધર પ્રિતી,

ઈન્દ્રી લે જાતીસુખ સાબિતી, ગુણ માહિતી દ્રઢ જ્ઞાના,

ચિત ચેત સયાના ફીર નહીં આના જગમે આખર મર જાના…૫

દુનિયા દો રંગી તરક તુરંગી, સ્વાર્થ સંગી એકંગી ,

હોજા સતસંગી દૂર કુસંગી, ગ્રહેન ટંગી જમ જંગી,

પિંગલ સુપ્રસંગી રચે ઉમંગી , છંદ ત્રિભંગી સરસાના ,

ચિત ચેત સયાના ફીર નહીં આના જગમે આખર મર જાના…૬

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com