
ઍય્ય શેઠ એય વેપારી, હે બિલ્ડર હે પૈસા ધારી
પગાર સમયથી કરજો, સમજી માણસ ની લાચારી
તું દુઃખને સૌના હરજે, કળીકાળમાં ધીરજ ધરજે
નહિ માંગે કોઈ મતવાલો,એ ગરીબ! નથી ભિખારી
તને મળ્યું જ હોઈ તો દેજે, તારા પાડોશી ને કેજે
માનવતા ને મહેકાવો, આ સમય ઘણો ચકચારી
તું દિલ ના દુભવતો કોઈ, છે સરખું શરીર માં લોહી
આ પાપ જગત મા મોટું, પછી કહેશે સૌ વ્યભિચારી
બન દયા ધર્મ નો દાતા, દેશે જાજુ ભાગ્ય વિધાતા
સુણ 'પિયુ' તણી આ રાવું, એકલપંડે રહ્યો પુકારી.
- પિયુ દેથા