વાંચે શ્રી રઘુનાથ લખીયો રાવણ કેરે હાથ કાગળ...
મેઘનાદ ના મરણ થી મારા આગણે ઉલ્કાપાત જી,
એની કરી લવ છેલ્લી ક્રિયા કોઈ ઉપાડે નય હાથ.
વેરી કેરા દુઃખ ની વાતું સહે ના સીતાનો નાથ જી,
"ઇન્દ્રજીત" ને અંજલિ દેવા, હું ચાલીશ તારી સાથ.
રાઘવજી એ નજરે જોયો, મંદોદરી કેરો વિલાપ જી,
શરીર કેરી શુદ્ધિ ભૂલ્યા રાવણે ઝાલ્યો હાથ.
"રાવણ રાજા" તારે ને મારે, જો સંપ થઈ જાત જી,
સાથે રહી આ જગત કેરું કલ્યાણ કરીને જાત.
"કાગ" હરિની અંજલિ ઝીલે, મેઘનાદ નો હાથ જી,
વિભીષણ ને ભાળી ભાગી, રાવણ તનુજ ની રાખ.
- શ્રી દુલા ભાયા કાગ
Share it with your friends:
Like this:
Like Loading...