પુસ્તક એનું નામ

એનાથી જગ વિસ્તરે, એમાં જગત સમાય,
સોહે વીણા સંગ ને ઉત્તમ મિત્ર કહાય.

પરોપકારી વૃક્ષનો એમાં કાયમ વાસ,
જળનું થળ થઈ જાય પણ એ તો લેતું શ્વાસ.

અંધારે નવ ઊઘડે, ઉકલે નવ તલભાર,
ઊઘડે તો આઘાં રહે, તિમિર અને તલવાર.

તરતાં ખુદ જાણે નહીં, તો પણ તારે વ્હાણ,
ભવસાગરનું ભોમિયું, સમજો ચતુર સુજાણ.

ના ખીલે નાહી જલે તો પણ કરતું કામ,
મહેકાવે અજવાસને, પુસ્તક એનું નામ.
— મધુસૂદન પટેલ 'મધુ'
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({ id : “747068”, domain : “n.ads1-adnow.com” }); //st-n.ads1-adnow.com/js/a.js

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...