દુહો
ભજી લે નિત ભગવંત કો, સજી લે ધર્મ સુજાન,
કરી લે કીર્તિ જગતમે, તજી દે તું અભિમાન...
છંદ - ચર્ચરી
તજી દે અભિમાન તાન મેરા તું કહ્યા માન,
અંતે છુટ જાત પ્રાન જૂઠી યારી. ...ટેક૦
ઉત્તમ અધિકાર આપ,મેરુ સમ ભયા માપ,
પૂર્વ પુન્ય પ્રતાપ વૈભવ પાયા,
શિર ધરના સૂમ છાપ, વિપત્તિ હરિ લે વિલાપ, મત કર સંતાપ પાપ જૂઠી માયા.
બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન, ધર્મ સ્થાપ,જપ તું નિત અલખ જાપ,ધીરજ ધારી...
તજી દે...૧
સંપત બાદલ સમાન દો દિન મિજમાન જાન,
દુર્બલકું અન્નદાન કયું નહીં દેતા,
કબહુ નહીં ખાન પાન, ગમ્મત નહિ ગાનતાન,
લોભી ઈન્સાન લાભ કયું નહીં લેતા,
કવિકી સુનતા ન કાન, ધરતા નહીં કછુ ધ્યાન,
હોગા આખર હેરાન હીંમત હારી...
તજી દે...૨
મહેનત કરકર મિલાઈ, ખાઈ નાંહી ખિલાઈ,
ભૂમિમે ધરી ભાઈ સંપત સારી,
ઈનતે કૈસી બુરાઈ કામ ન આવત કમાઈ,
કરત હાય હાય નામ લેતન નારી,
આખર જમ હાથ જાય પુર્ન માર સજા પાઈ,
કો કરે સહાય ધાવ લાગત કારી...
તજી દે...૩
નાહક બદનામ નામ થૂકત જન ઠામ ઠામ,
કી નાં તે બુરા કામ ઐસા કૈસા,
ચાહત વસ્તુ હરામ ગંદા ગાફીલ ગુલામ,
પાપી પર વામ કાજ ખોયા પૈસા,
રસના પર નહીં રામ, કૂટત સિર કયું નકામ,
તાજુબ હોતા તમામ દોજખ ત્યારી...
તજી દે...૪
દેતા પૈસા અનાજ લેતા દો ટકા વ્યાજ,
કોરટમે છાંડ લાજ દાવા કરતાં,
ચિડિયા પર ઝપટ બાજ ઐસા રંકપે આજ,
એક પાઈ કાજ પ્રાન કિતના હરતા,
ઈનકા નાંહી ઈલાજ સબ દૃષ્ટોકા સમાજ,
ખીઝત મહારાજ હોય તબહી ખ્વારી...
તજી દે...૫
ઐસા જગમે અપાર તું તો મન સમજસાર,
આખર સબ ફના યાર હાથ ન આવે,
સુક્રતમે અતિ ઉદાર, કાયમ ચિત્ત નિર્વિકાર,
પિંગલ પ્રભુ સંગ પ્યાર મુક્તિ પાવે,
દેવે ઘટઘટ દિદાર ભૂમિકા હરત ભાર,
નિરાધારકા આધાર યુક્તિ ન્યારી...
તજી દે...૬
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({
id : “747068”,
domain : “n.ads1-adnow.com”
});
//st-n.ads1-adnow.com/js/a.js