ફરી મળે ન મળે – ગઝલ

દિપાવો દેહ આ જીવતર ફરી મળે ન મળે,
સમયનો સાથ સમયસર ફરી મળે ન મળે.

જરા ડોકિયું કરતા જઈએ મંદિરમાં,
નજર મિલાવીયે શંકર ફરી મળે ન મળે.

જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવીએ,
રખેને આ રૂડો અવસર ફરી મળે ન મળે.

પ્રતિમા કોતરી લઈએ જીગરમાં જીવતરની,
કદાચ દિલતણા દિલબર ફરી મળે ન મળે

દયા ધરમ છે તો ‘નાઝિર‘ મલાજો જાળવીયે,
અહીંના લોકમાં ફરી ઈશ્વર મળે ન મળે.

  • નાઝિર દેખૈયા

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...