એવા રસીલા નૈન વિણ – ગઝલ

એવા રસીલા નૈન વીણ, બીજે હ્નદય ઘવાય ક્યાં;
ઋણી બનીને આપના, બીજે હવે જવાય ક્યાં..

અરે જો જો અમારી પ્રિતડી, તમે અંત સુધી નિભાવજો;
દ્વાર તમારું છોડીને ,દિવાના દિલડાં જાય ક્યાં..

પ્યાસી તમારાં પ્રેમનાં, આવી ઊભાં છે બારણે;
પ્રેમ સૂરા વિણ હે સનમ, પ્યાસી હ્નદય ધરાય ક્યાં..

તારો મારા હ્નદયમાં વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે;
ગેબી અવાજ થાય છે, દ્વારે દ્વારે અથડાય ક્યાં..

જોયું જગે ફરી ફરી, પાસે મળ્યાં છો શ્રીહરિ;
જ્ઞાની ગુરુ મળ્યાં વિના, “સત્તાર” યોગ થાય ક્યાં…

દાસ સત્તાર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...

3 thoughts

  1. Khub khub abhar bhai… Anya gazal ane kavitao par tamara mantavya aapjo bhai.. bija ne pan batavjo..

  2. વાહ ખુબ જ સરસ રચના.

    મારા ખુબ ખૂબ અભિનદન

    આવું જ સારું લખતા રહીઓ 👍🏻

Comments are closed.