આકાશને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે ?

આકાશને ઘડનાર ના ઘર કોણે રે ઘડ્યા હશે ?

આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.

બે બે મશાલું બાળતોને વળી વાળતો જોતો હશે ?

અજવાળતો સો વળતો ઉભો મશાલી ક્યાં હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી અટકી રહી.

દરિયા તણો ક્યારો કર્યો, કૂવો કહો કેવડો હશે ?

એ કોસ હાકણ હાર ઓલો ખેડુ બેઠો ક્યાં હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.

ધરણી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ?

જગ ચાક પેરણહાર એ કુંભાર ક્યાં બેઠો હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.

કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે ?

બિન આંચળે આકાશનો દોહનાર ક્યાં બેઠો હશે ?

આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી,

બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી.

– કવિ દુલા ભાયા કાગ

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com