કરણી માં સ્તુતિ – “વદે જો કરનલા”

|| ગીત સાણોર ||

અરજ કરાં સાંભળે આવ્ય શક્તિ અઠે,
ગરજ મુજ પડી છે એથ ગાઢીઃ
અઠે માઁ આવજે રૂપ તું આવડાં,
દેવિયા વડેરી દેવ દાઢી.~૦૧

જાયબો પ્રદેશા દેશ મેં જેથમાં,
દાખવાં રક્ષા કર તેથ દેવીઃ
મનોરથ માંહરા પુરણ કર્ય માવડી,
સદેવા મેહા સધુ તણી દેવી.~૦૨

થાન દેશણોક મેં થાપણૌ થાહરો,
માંહરો વસીલો તુઝ માતાઃ
ભીડ કટ સેવગાં હવે તું ભુજાળી,
વિશાળી જાણતી સરવ વાતા.~૦૩

ડણકતો કેહરી ચડેને ડાઢાળી,
ચોપ સૂ સ્હાંયતા કરે ચંડીઃ
ભળેળે કુંડળા કાન મેં ભવાની,
ઝળેળે હાર રો તેજ ઝુંડી.~૦૪

લોબડી શિશરાં ઉપરે લખી જે,
હાથ મેં ડમ્મરૂં આવ્ય હાલીઃ
ઝણંક વીછિંયા પાઁવ મેં ઝાંઝરાં,
વડાળી પાંથુઆ માત વાલી.~૦૫

ત્રિશુલાં હાથ મેં ખડગ તું તોળતી,
બોલતી હુંકારો હોય બેલીઃ
કંચુઓ હીરામણ જડેને કસેલો,
વસેલી મરુધરા આવ વેલી.~૦૬

ધમસેળ ધૂંપળાં જગાડે ધજાળી,
માયાળી ભેળીયો ઓઢ માથેઃ
વાજડાં ઢોલ રણતૂર તું વજાડે,
સજાડે જોગણી સરવ સાથે.~૦૭

કિલ્લોળાં હાસ કિવળાસે મેં કરંતી,
ફરંતી ફુદડી ચોજ ફેરાંઃ
ચૌરાશી ચારણાં નવૈલાખ ચંડીકા,
ડારણી દહીતાં તણાં ડેરાં.~૦૮

સાવળાં ચરજ્જા ગાવતી સગતી,
જ ગતી ઉપરાં ઝુંડ જામેઃ
અડેડે ઉડતી વાટ તું આકાશાં,
સડેડે ખેચરી સામ સામે.~૦૯

જોધપુર ઉદેપુર બીકાણો જાહરાં,
બસીલે થાહરે ભૂપ બ્રાજેઃ
કતરાં કરાં વાખાણ તો કિન્યાણી,
આઇ કીરત વધત ઘણી આજે.~૧૦

વદે જો કરનલાં નામ થારો વડો,
ભુતડાં પ્રેતડાં જાય ભાગીઃ
ધરે જો થાહરો ધ્યાન દિલ કર ધડે,
લળે જગ તોહરે પાય લાગી.~૧૧

એહડી વડી આઇ ધરાં ઉપરાં,
મોપરાં વીશ હાથ ધરે માતાંઃ
ધુરંધર કાજ સિધ્ધ કરે મન ધર્યા જે,
ઉરાજે અમાં પર વિઘન આતાં.~૧૨

દાણવાં કેતરાં દુરજનાં દળે તું,
કદ કર માંહરાં સુકજ કેતાંઃ
આશરો ઇલા પર થાહરો અંબિકા,
જોરાળી મેટજે દોષ જેતાં.~૧૩

ભૂચરી સેવગાં સદ્રગાં ભાળ તું,
વેગે ઓધાર તું ગઢવાડાંઃ
જાહરાં ચારણાં ઘરે તું જનમ લે,
પધારે સાડા ત્રણ તાર પ્હાડાં.~૧૪

દોય કર જોડને “ખેતશી” દાખવે,
અરજ તૂં સાંભળી આવ્ય અંબાઃ
મેહાં સધુ ચારણાં ફતેહ કર્ય માવડી,
લોબડી પ્રસારે હાથ લંબા.~૧૫

  • કવિ શ્રી ખેતદાનજી દોલાજી મીસણ (દેદળાઈ થર પારકર)

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com