જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ
માતા :- શ્રી રાજબાઈ ઠક્કર
પિતા :- શ્રી પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ :- ગામ વિરપુર
જનોઈ સંસ્કાર સંવત :-1870
લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.
પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર
સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી.
સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.
ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.
સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી…
સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !
સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા.
સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે “ઝોળી ધોકો” આપ્યા..
સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.
સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ…
સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.
સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.
સંતાન :- એક દીકરી – નામ – જમના બેન.
કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,
વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે. જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..
જયજય જલારામ બાપા.