આંખોમાં – ગઝલ

શું-શું છુપાઈ ગયું છે ન જાણે તારી આંખોમાં,
હું કેમ તને સમજાવું કે શું છે તારી આંખોમાં..

હું આંખ જ્યારે મિચું દુનિયા ખોવાઈ જતી,
આંખ ઉઘાડતા ની સાથે જ દેખાય તારી આંખોમાં..

જો તું કહે તો સર્વસ્વ લૂંટાવી તારી આંખો પર,
અને તું કહે તો ડૂબી જાઉં તારી આંખોમાં..

આ દુનિયાની બેરહેમીને હું સારી રીતે જાણું છું,
બની શકે તો રાખજે મને સદાય તારી આંખોમાં..

– જબ્બરદાન ગઢવી (કવિ બિંદુ)

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...