સમા ને સમજી ઢળી ગયો હું,
ચાલ તમારી કળી ગયો હું..
ભર ઉનાળે ઉના તાપે પાન ખેરી નાખ્યા મેં,
બધાને દીઠાં પાન વિહોણાં,
બધાની સાથે ભળી ગયો હું..
વસંત આવી, ફૂટી કૂંપળ, પાન મ્હોર્યા ડાળીએ,
ફૂલ – ફળ ને નવા એ વાઘા,
પહેરી લીધા, ફળી ગયો હું..
છાના છપના સપના દીઠાં, સંઘર્યાતાં અંતરે,
દબાવી દાટી દીધા એને,
જાતને મારી છળી ગયો હું..
લે આજ પાછું સપનું દીઠું, સપને દીઠાં સર્વેને,
આ ભાગ-દોડે સમય નથી પણ,
મનમાં સૌને મળી ગયો હું..
પરિપૂરણ ના કોઈ જગ માં, સત્ય એવું સાંપડ્યું,
વિશાળતા મેં પામી એની,
“બિંદુ” અંતે બળી ગયો હું..
– જબ્બરદાન ગઢવી (કવિ બિંદુ)
Vinodbhai.. khub saras ghani post muki chhe.. kyarek najar karjo maja aavshe..
ખૂબ જ સરસ…