કોઇ રવરાયને કેજો રે..

કોઇ રવરાયને કેજો રે, આઇ ઉકેલ કંઇ દેજો;નિર્મળ માડી આપનો નેજો, હું તો બેઠી છું આપ આધારે રે. કોઇ..

માવલ ઘેર માંડવો મોટો રે, જડે નહીં જગમાં જોટો;ત્રુઠીછે આઇ ના ત્રોટો, ઉણપુ એમાં ન આવી શકે જો રે. કોઇરવરાયને..1.

દેવલને સાસરે જાવું રે, માડી તને કેમ સમજાવું;સમરથમા હોય સંગાથે મનમાં મારે શીદ મુંજાવુંરે. કોઇરવરાયને..2.

ઉઠી નિત આરદા ટાણુ, માડી તારી જ્યોત પ્રજાળુ; ભોજન લઉં છું મુખજો ભાળું, માડી મારા તમે વ્રતમાં રેજો રે. કોઈરવરાયને..3.

માડી વ્રત કેમ આ ઠેલું રે, મારૂં મન મુંજવે ઘેલુંરે; પાલખીએ પગ નહી મેલું, સમરૂં ત્યારે સાથમાં દેજો રે. કોઇરવરાયને..4.

ગેબી નાદ ગગને ગુંજ્યો રે, કરો થઇ સાબદાં સોંજયું; ફળાંના રૂપમાં આવું સાથ, તમે નચિંતમાં રેજો રે. કોઇ રવરાયને..5.

દેવલના દાયજા સાથે રે, બીરાજી મા માલડા માથે રે; સમરથમા હોયજો સાથે લાંઘણ્યું લાંબી દેવના દેજો રે. કોઇરવરાયને..6.

સાસુને ના કાંઇ સમજાણું રે, ભાળ્યું નહીં વહુનું ભાણુ; રવેચીથી નવ રેવાણું નગણા હવે નજરે જોજો રે. કોઇ રવરાઇને..7.

ડામચીયામાં દાયજો ફાડી રે,કોપી ત્યારે માત ક્રૃપાળી રે; ભભકી ઉઠી ભેળીયાવાળી, ચમક્યા સહુ ત્યાં શિંગડી ભાળી રે. કોઇ રવરાયને..8.

ઉઢાસોએ પ્રતમા પાળી રે, થાપે ત્યારે માત થપાણી રે; પુજે રવરાઇ શીંગાળી કુળ ઉઢાસ એ ધ્યાનમાં લેજો રે. કોઇ રવરાયને..9.

માવલ ભાવ ભાઇજી ગાવે રે, આઇ મારે આંગણે આવે રે; પુરણ પ્રણ દિલનું થાવે, સદા માડી સહાયતે રેજો રે. કોઇ રવરાયને..10.

રચના – ભાઇજીભાઇ ચાટકા, ઉપલેટા

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com