જ્યાં જ્યાં હું ગયો…

જયાં જયાં હું ગયો, સર્વે સ્થળે મારાં જ મળતા’તા;
બીજી નઝરે જયાં જોયું તો, બધા મુઝને જ નડતા’તા.

બધા જે લાગતા’તા સાવ અંગત, સાવ પોતાના,
મને એ પણ ખબર ન્હોતી, એ મારા ઘાટ ઘડતા’તા.

અમોને કો’ક દયો જ્યોતિષની ઉપમા, એક ઇચ્છા છે,
હતા ભાવિ ના જે ભણકા, બધા એ સાચાં પડતા’તા.

મુખેથી બોલતાં મીઠાં વચન ને, કોલ કંઈ દેતા,
સહારા થઈ ઉભા’તા જે, મને એ સૌએ છળતા’તા.

કવિ “બિંદુ” કરી લે ખોજ તારી, તું ય સાગર છે,
એ છલકાશે તો જગ કેશે, કે મોટા થઈને રડતા’તા.

– જબ્બરદાન ગઢવી “બિંદુ”

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...