ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની … ધૂણી રે ધખાવી
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો,
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો,
હે ગમ ના પડે રે એને ઠાકર તારા ઠામ ની … ધૂણી રે ધખાવી…
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો,
હે ગમ ના પડે રે એને ઠાકર તારા ઠામ ની … ધૂણી રે ધખાવી…
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી,
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાંગી,
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની … ધૂણી રે ધખાવી…
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની … ધૂણી રે ધખાવી