પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા,એના આ’ઘડી અમર નામ મરજીવા… પાઘડીવાળા…
પાઘ ભગવીને…આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા… પાઘડીવાળા……..
પાઘ મરાઠીને…એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા… પાઘડીવાળા……..
પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા… પાઘડીવાળા……..
પાઘ ગુજરાતીને… એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા… પાઘડીવાળા..
પાઘ મેવાડીન… મારારાજ રાણાની,
ચારણે રાખેલ સત મરજીવા… પાઘડીવાળા……..
પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા,
એના આ’ઘડી અમર નામ મરજીવા… પાઘડીવાળા….