દુહા
‘દાદ’ કહે આ જગતમાં
સંતોષી એક ઝાડ,
એક મુળીયે પાણી પાવ,
ત્યાં રાજી સઘળી ડાળ.
બજારું જે નર બન્યા એની
બજારે જ કિંમત હોય,
હાથી વેચાય હાટડે, પણ
સાવજ ન વેચાતો હોય.
ઝાઝા કૂણા માણસે શુરો
ન એક જીતાય,
કબૂતર હોલાથી કદી,
બાજ ન રોકી શકાય.
પંખીડાનેય પ્રેમથી,
પેટ પુરતો જ વહેવાર,
ભરે ન જાજો ભાર,
દાણા કોઠીએ દાદભા.
જટાળો સાવજ જમે,
આઠ દિ’એ એકવાર,
દિનમાં દસવાર તમે
દાબડ્યા ભોજન દાદભા.
વધેલું વેરી દેય,
સંઘરે નહી તલભાર,
અમીના લ્યે ઓડકાર,
ડાઢાળો સાવજ દાદભા.
Khub saras