અમે તો તારાં નાનાં બાળ, અમારી તું લેજે સંભાળ ..

 

અમે તો તારાં નાનાં બાળ, અમારી તું લેજે સંભાળ … અમે તો તારાં.

 

ડગલે પગલે ભૂલો અમારી, દે સદબુદ્ધિ ભૂલો વિસારી,

તુજ વિણ કોણ લેશે સંભાળ … અમે તો તારાં.

 

દીનદુઃખિયાના દુઃખ હરવાને, આપો બળ મને સહાય થવાને,

અમ પર પ્રેમ ઘણો વરસાવ … અમે તો તારાં.

 

બાલ જીવન અમ વીતે હર્ષે,ના દુનિયાની મલિનતા સ્પર્શે,

અમારું હસવું રહે ચિરકાળ … અમે તો તારાં.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com