હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
સમજવા જેવું તો ઘણું છે સમજદાર થૈઈ સમજાય તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
ઈર્ષા આળસ અવગુણ એંકાર અહંકાર તુત્ત તંત તજાય તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે
લોભ લાલચ લાચારી ખાર ખેદ ખોટી ખુમારી.માન ભેર મુકાય તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
રામાયણ ભાગવત હરિરશ. દેવીયાણ વેદ પુરાણ વિગતે વંચાય તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
નેક ટેક નિતી નિયમ લાજ શરમ માભો મરમ.ધરમ કરમ એક ધાર્યુ જળવાઈ તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
ખાવ નહીં ખાદ અખાદ્ય વાણીવર્તનમાં નહીં વાદ વિવાદ.આતમ કદી અભડાવ નહી તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
સુણજો આ ચારણ સંદેશ રહો ભલે દેશ વિદેશ.ભુલો નઈ સોનલ આદેશ તો પણ ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે.
ભણે ચારણ કરમણ ભલે હોય આપણે અભણ.તોય યાદ કરે અઢારે વરણ એવુ જીવી જવાય તો ઘણું છે.
બાકી હું ચારણ છું એટલું સમજાય તો ઘણું છે
– કાનભા ગઢવી (કરમણ ભા ગઢવી).