🍂 શાકભાજી પર લોકઢાળOut 🍂
દેરાણી જેઠાણી બે નીંદવાને ગ્યાતા
નિડ્યો કઇ કનજર નો છોડ
કનજરીયું
વાડ માંથી કોળું રે બોલ્યું
માં મુજને પરણાવો લાલ
ગાવાર કે હું પાતળી રે પૂતળી
મારે ને કોળા ને બનશે લાલ
મૂળા ભાઈએ તો માંડવો બાંધ્યો
મોગરી એ બંધ બાંધ્યા લાલ
બતાકો કે હું બેન્ડ વાળો
સારું બેન્ડ વગાડું લાલ
ભીંડો કે હું વલ્લભ જોશી
એ બે ને પરણાવું લાલ
લુણી કહે હું લુણ ઉતારું
હું છું વર ની બેની લાલ
દુધી બાઈ તો દોટ્યું રે કાઢે
રામ દીવો હાથે લાલ
તુરીયા એ તો તલવાર ખેંચી
હું છું વરનો કાકો લાલ
કાકડી બાઈ તો કકળાટ કરતા
હું છું વરની કાંકી લાલ
મરચું તો વળી મૂછો મરડે
હું છું વરનો મામો લાલ
મેથી બાઈ તો માંન માંગે
હું છું વરની દાદી લાલ
રીંગણ કહે હું કાળો વેવાઈ
માથે લીલી ટોપી લાલ
કારેલું તો રિસાઈ ને ચાલ્યું
કંકોડું મનાવા જાય લાલ
તારે રે કાંટા ને મારે રે કાંટા
એમાં શું છે વાંધા લાલ
પરવર તો પરવારી બેઠું
ગિલોડું એને મનાવે લાલ
તારે છે પટ્ટા ને મારે છે પટ્ટા
એમાં શું છે વાંધા લાલ
વતાણો કહે હું ગોળ દાણો
મારે ગબળવા જોસે લાલ
ચાણો કહે હું ચાંચ વાળો
મારે ફુલવા જોશે લાલ
સક્કરિયું સરકારે ચાલ્યું
ગાજરે ઘર ઘાલ્યું લાલ
વાલોર વહુ તો વાડ માં બેઠા
જાન ગઈ નવ જાણી લાલ
🌻🌻🌻🌻🌻🌻🌻