અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મોરારી રે
દયા ધરમ ની વાત ના જાણું
અધરમ નો હું અધિકારી
પાપી પુરો હું જુઠા બોલો
બહુ નીરખું પરનારી રે
અપરંપાર પ્રભુ….
ભજન થાય ત્યાં નીંદરા આવે
પર નિંદા લાગે પ્યારી
મિથ્યા સુખ મા આનંદ વરતું
એવી કુટીલ કુબુધિ મારી રે
અપરંપાર પ્રભુ….
સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા
ભક્ત દુભવ્યા ભારી
માત પિતા બંને ને દુભવ્યા
ગરીબી કો દિ ની ગારી રે
અપરંપાર પ્રભુ….
આ ભવ સાગર મહા જળ ભર્યો
ભર્યો છે બહુ ભારી
તુલસીદાસ ગરીબ ની વિનંતી
હવે તો લેજો ઉગારી રે
અપરંપાર પ્રભુ. ..