મઢડાવાળી માતાને વંદન અમારા

મઢડાવાળી માતાને વંદન અમારા
નિત ઉઠી પ્રભાતે કરૂં દર્શન તમારા
મઢડાવાળી માતાને વંદન અમારા

કઢણ કળીકાળમા માં આશરો તમારો
બાળક જાણી મને પાર ઉતારો
અજ્ઞાન રૂપી દુર કરો અંધકાર
મઢડાવાળી માતાને વંદન અમારા

ભવસાગર મા ભૂલો પડયો છું
તવ ચરણો મા મા ખુબ રડ્યો છું
હવે આંસુ લૂછી ને કાપો કષ્ટ અમારા
મઢડાવાળી માતાને વંદન અમારા

ચારણ કુળમાં જનમ ધર્યો છે
દેવિપુત્ર નો બીરુદ મળ્યો છે
છતા ઇ જિવ કરે કર્મ નઠારા
મઢડાવાળી માતાને વંદન અમારા

ચારણોની સાક્ષી મળે છે વેદો મા
ઉપનિષદો , રામાયણ અને ભાગવતના શ્ર્લોક માં
ચાર વરણ માં થી જણાય છે બારા
મઢડાવાળી માતાને વંદન અમારા.

વર્ણાસન મા તમે જુઓ ને તપાસી
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ને ચૌરાસી
દેવ કોટી માં ખુદ બ્રહ્મા ગણનારા
મઢડાવાળી માતાને વંદન અમારા.

ઇશરદાસ જી યે અલખને આરાધ્યા
હરિરસ દેવિયાણ ગ્રંથ બનાવ્યા
અમર નામ કરી ચારણ કુળ તારનારા
મઢડાવાળી માતાને વંદન અમારા.

નારાયણ નિવાજ્યા જયારે સાંયા ઝુલા પર
સાંઢડી ભરી આપી ઇ ને સોન મહોર
થાળ બનાવી પ્રભુ શરણે ધરનારા
મઢડાવાળી માતાને વંદન અમારા.

આવાં પુરુષો થયા ચારણ જ્ઞાતિ માં
વૈરાગી વચનો જેના લાગે છાતી માં
નિત્ય નારાયણ દેજો દર્શન તમારા
મઢડાવાળી માતાને વંદન અમારા.

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com