સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી …….
સદગુરૂ ના ચરણ મા…..
ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા……..
સદગુરૂ ના ચરણ મા…..
તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ…….
સદગુરૂ ના ચરણ મા…..
ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા……
સદગુરૂ ના ચરણ મા…..
રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી
મિત્તલ ગઢવી અને ટિમ તરફથી ચારણશક્તિ વેબસાઈટના તમામ વાચકોને આવનારી દિવાળીની ખુબ શુભેચ્છાઓ
જય માતાજી…..