આહિર(ડાંગર) પરિવારના લીરબાઇ માં
કચ્છ-પ્રાથરિયા આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વૈશાખ વદ-13નારોજ વર્ષમાં લગ્નની એક જ તિથી આવતી હોય આહીરોના ગામે ગામ વિવાહનો માહોલ રચાયો હતો. કચ્છના લોડાઇ ગામમાં પણ ઝાઝા લગ્નો હોય ઘેર ઘેર ગાર ગોરમટીની તૈયારી સાથે કર્ણપ્રિય લગન ગીતો ગવાતા હતા. લોડાઇના સુખી સંપન્ન રાયમલ આહીરની લાડકોડમાં ઉછરેલી દિકરી લીરલબાઇના પણ સૌની સાથે લગ્ન લેવાયા હતા. જાનના સામૈયા થઇ ગયા હતા. વરરાજાને સાસુમાએ માંડવે પોંખતા તેણે પોતાનું માંડવાની નીચે સ્થાન ગ્રહણ કર્યું હતું. માંડવે વર અને કન્યા પક્ષની બહેનો લગ્ન ગીતોની સામસામે રમઝટ બોલાવી રહી હતી.
‘કન્યા પધરાવો, સમય વર્તે સાવધાન !’ ગોર મહારાજનો પોકાર સાંભળતા જ લીરલબાઇના મામા ભાણીને માંડવે તેડી લાવવા ઉતાવળે ઓરડામાં દાખલ થયા હતા, ઓરડામાં દાખલ થતા જ સૌની આંખો લીરલબાઇને શોધવા લાગી હતી પરંતુ ઓરડામાં લીરલબાઇ દેખાતા ન હતા. ઘરમાં શોધાશોધ શરૂ થઇ હતી,ત્યાં કોઇએ આવીને લીરલબાઇને મેકરણદાદાના ધુણા તરફ જતા જોયા હોવાની ધીમેથી વાત કરી હતી.
ધાર્મીક સંસ્કારો વચ્ચે ઉછરેલી લીરલબાઇને મેકરણદાદા પર અપાર શ્રધ્ધા હતી. તેઓ મેકરણદાદાના આશ્રમમાં પોતાના મા-બાપ સાથે બચપનથી આવતા હતા, એટલે સૌ સમજયા કે લીરલબાઇ લગ્ન પહેલા આશીર્વાદ લેવા મેકરણદાદાના ધુણે પહોંચી ગયા લાગે છે. લગ્નનું મુહુર્ત વિતતું જોઇ રાયમલ આહીરે પોતાના દિકરાને દિકરીને તરત લેવા મોકલ્યો હતો.. દિકરાને આવતા મોડું થતા બીજા સગા વહાલાઓ પણ લીરલબાઇને તેડવા દોડ્યા હતા. વેવાઇ વેલા લગ્નના ચોઘડીયા વિતતાહોય ઉતાવળ કરી રહ્યા હતા. મધુર લગ્ન ગીતોની જગ્યાએ માંડવે કાનાફુસી શરૂ થઇ ગઇ હતી. રાયમલ આહીર મુંઝાતા તે જાતે મેકરણદાદાના આશ્રમે પહોંચ્યા હતા.
રાયમલ આહીર આશ્રમે આવીને જુએ છે તો પોતાની વહાલસોય દિકરી સોળે શણગાર ત્યજીને લીરલબાઇ બે હાથ જોડી અશ્રુભરી આંખે પોતાનો શિષ્યા તરીકે સ્વીકાર કરવા મેકરણદાદાને વિનવી રહ્યા હતા. મેકરણદાદાએ સંન્યાસી જીવનની મુશ્કેલીઓ, કઠોર સાધના અને ભિક્ષાવૃત્તિ સાથે જીવન જીવવાના લીરલબાઇને ભય સ્થાન બતાવ્યા હતા. પણ આ તો આહીર કન્યા હતી એ પારોઠ નાપગલા કેમ ભરે ? લીરલબાઇના દ્રઢ નિર્ધાર સામે રાયમલ આહીર અને સૌ સગા સબંધીઓએ નમતું જોખી લગ્નના શૃંગારની જગ્યાએ તેમને ભગવો ભેખ ધરવાની મંજુરી આપી હતી.
લગ્નના દિવસે સંસારનો ત્યાગ કરી સંન્યાસીનીનો ભેખ ધરનાર લીરલબાઇએ બીજા દિવસે મેકરણદાદાની કાવડ ખંભે નાખી ગરીબ-ગુરબા અને ભુખ્યા માટે ચાલતા સદાવ્રતમાં મદદરૂપ થવા ગઇકાલ સુધી ગરીબોને ભિક્ષા આપનારઆજ પોતે ભિક્ષાવૃત્તિ માટે નીકળી પડ્યા હતા. મેકરણદાદાના આશ્રમના સેવા કાર્યોની જવાબદારી માથે લેવા સાથે લીરલમા ઈશ્વર ભજનમાં લીન રહેતા હોય તેમની ભક્તિની સુવાસ ચારેબાજુ ફેલાય હતી. લીરલમાના સદાવ્રતની વાત સાંભળી એક વખત હિંગળાજમાતાની યાત્રાએ નીકળેલા સાતસો સાધુઓની જમાતે લીરલમાના પારખા લેવા મેકરણદાદાના ધુણાએ અર્ધીરાતે આવી ધોળીદાળ અને કાળીરોટીની રસોઇમાંગતા જોગમાયા સ્વરૂપ લીરલમાએ થોડા સમયમાં જ ભોજન તૈયાર કરી સૌના આશ્વર્ય વચ્ચે સાતસો સાધુઓને એક જ પંગતમાં બેસાડી માલપુઆ અને ખીરની રસોઇ ભરપેટ જમાડી ચમત્કાર સર્જ્યો હતો.
લીરલમાએ આહીરોને સામા મળ્યે ‘રામ રામ’ બોલવાના રીવાજ સાથે ગામોગામ ઠાકર મંદિર, ચોરો અને પીયાવા બાંધવાની હાકલ કરતા લોડાઇમાં જીવંત દેવી તરીકે પુજાતા મા જગદંબા સ્વરૂપ લીરલમાના આદેશને માન આપતા કચ્છના આહીરોએ પોતાના ગામે ગામ ઠાકર મંદિર, ચોરો ને પીયાવા બંધાવી સંગઠીત થયા હતા.
મેકરણદાદાએ વિક્રમ સંવત 1786 (ઈ.સ. 1729)માં ધ્રંગમાં પોતાના અગિયાર શિષ્યો સાથે જીવતા સમાધિ લીધેલ હતી તેમાં મહાન ગુરૂ ભકત લીરલમા પણ સામેલ હતા.
ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬– કચ્છના સંતમેકરણ દાદાએ અગિયાર ભક્તો સાથે જીવતાં સમાધિ લીધી. આસો સુદ ૧૪ શનિવાર. (૧) ગિરનારી સંત મયાગરજી (ર) માતા લીરબાઈ (૩) કાંધા આહીર (૪) વીઘા આહીર (પ) કાંથડ સુથાર (૬) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) (૭) સાધુ સુંદરદાસજી (૮) ઠાકોર મોકાજી (બૈયાં) (૯) જાડા ખીંયરાંજી લેરિયા (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, (તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી (૧) હીરો/ગરવો હરિજન (લોડાઈમાં) (ર) વાઘોજી રામપોતરો (વિજયાસર) (અન્ય મત મુજબ વિ.સં.૧૭૮૬ચૈત્ર વદી-૧૪ શનિવાર તા.૦૧-૦૪-૧૭૩૦)
દાદા મેકરણે કુલ ચાર જગ્યાએ ધુણા ધખાવ્યા હતા,,,,,
તેઓ એક જગ્યાએ બાર વરસ સુધી રહેતા,,,બારમુઁ વરસ પુરુ થાય એટ્લે,,ત્યાઁથી જીનામ કહીને ઉભા થઈ જતા.
એમનો પહેલો ધુણો સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે શરભંગ ઋષી નો આશ્રમ પરબ વાવડીમા જે પાછળથી સત દેવીદાસ બાપુયે ફરી ચેત્વયો.
બિજો ધુણો ભચાઉ તાલુકાના જઁગી ગામે,
ત્રીજો ધુણો લોડાઈ ગામે,
તથા ચોથો ધુણો ધ્રઁગ ગામે,,,જ્યાઁ દાદાની સમાધિ આવેલિ છે.
નેક ટેક વિવેક ને અબદ ભરપુર,
યાદવ આહીર વંશમાં જતી સતીને શૂર.
પૂજાતા કઈ પાળિયા, શૂરા ખેલતા જંગ,
કચ્છ તણા ઇતિહાસમાં આહીર છે અડભંગ.
જીનામ…….