મનથી ભજે કોઈ મોગલને – B. D. Vagh

 

મનથી ભજે કોઈ મોગલને તો અંગ પીડા મટી જાય,
દુખનાં હટી જાય દહાડા અને જીવન સુખમય થાય.

અંધશ્રદ્ધાને જ્યા સ્થાન નથી એવુ છે મોગલ ધામ ,
જે નમ્યા દિલથી મોગલને એના અમર થયા છે નામ.

આજુબાજુનાં પંથકમાં કોઈ ભૂલથી પણ ન કરે ચોરી,
માઁ મોગલને પ્રતાપે, ક્યારેય જોવા ન મળે ગુનાખોરી.

ભક્તોની જામે ભીડ છત્તા; કોઈને ન થાય લેશ હાની,
ભક્તોનાં દુખ હરવામા, માઁ મોગલ ન કરે પાછી પાની.

અમીર – ગરીબના જ્યાં ભેદ નહી; સૌ એક સમાન,
સાથે મળી સૌ દર્શન કરે ને મોગલનાં ગાય ગુણગાન.

નત મસ્તકે સૌ નમે માતને અને હૈયે ખૂબ જ હરખાય,
માઁ મોગલની કૃપાથી આજ  B.D.VAGH  ‘માં’ ના ગુણ ગાય.

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com