નરેન્દ્ર ભાઈ મોદી

નરેન્દ્ર ભાઈ મોદી
વિશે થોડી જાણકારી..

કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામ ની અદ્રશ્ય વસ્તુ ને તેની ક્રેડીટ આપતા હોઈએ છીએ પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગ આપને નથી દેખાતું ..

– તેમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવા નો સમય ફિક્સ છે સવારે 4.45 વાગે ,

– રોજ સવારે ૩૦ મિનીટ માં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી ( ટોઇલેટ માં મુખ્ય પેપર વાંચી લે છે ) ૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયે આગાઉ ના દિવસે દુનિયા ભર ની ન્યુઝ ચેનલ માં ભારત અને ભાજપ ને લાગુ પડતા સમાચાર નું રેકોડીંગ સાંભળી લે છે .

– 10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાનધરે છે .

– એક કપ ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી .

– ૬ .૧૫ ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘર માં મીટીંગ રૂમ માં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે

– ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વ ની ફાઈલો ચેક કરે છે . તથા તેમના માતૃ શ્રી ને ફોન કરી ખબર અંતર પૂછે છે ( ભારત ના વડાપ્રધાન ને માં માટે સમય છે!!!! આપને ?)

– ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડ નો નાસ્તો કરે છે તથા પંચામૃત પીણું પીવે છે ( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાય નું ઘી ,તથા ફુદીના , તુલસી અને લીમડા ના મોર નું મિક્સ જ્યુસ અને એક લીંબુ )

– ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વ ની મીટીંગો પતાવે છે .

– બપોરે જમવા માં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી , શાક , દાળ ,સલાડ , છાશ )

– સાંજ ના ૪ વાગે દુધ વગર ની લેમન ટી

– સાંજે ૬ વાગે ખીચડી અને દૂધ નું ભોજન

– રાત્રે ૯ વાગે દેશી ગાય નું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી ,

– મુખવાસ માં કાયમ લીંબુ મરી નાખેલો શેકેલો અજમો , ( તેના થી વાયુ ના થાય )

– ૯ થી ૯.૩૦ ચાલે છે સાથે એક વિષય ના જાણકાર ને રાખી તેની સાથે ચર્ચા કરે છે .

– ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રો ના જવાબ આપે છે .

નરેન્દ્ર ભાઈ એ જિંદગી માં ક્યારેય

– સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી

– ભારત ના ૪૦૦ જીલ્લા નો તેમણે પ્રવાસ કરેલો છે .

– તેઓ ગુજરાત થી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો

– તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંત સાથે આશ્રમ માં કે કોઈ નાના કાર્યકર ને ઘેર રોકાતા હોટલ માં ક્યારેય નહિ , વડનગર ની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યા હતાં

– તેઓ કોઈ પણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય છેલ્લા એક દાયકા થી ગુજરાત માં નવ વિવાહીતો ને સીહ્પુરુષ પુસ્તક ભેટ માં આપતા આજે ભારત ના વડાપ્રધાન તરીકે સહુ ને તેઓ ભગવદ ગીતા ભેટ આપે છે .

– તેઓ ટૂથબ્શ નહિ પણ કરંજ નું દાતણ કરે છે .

– તેમના રસોડા માં મીઠાં ને બદલે સિંધાલુણ વપરાય છે .

– પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવવા વાળા મંત્રી અધિકારી સતત સાથે હોય છે .

– 64 વર્ષ ની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા ,

– એક દિવસ ની 19 સભા ઓ તેમણે કરેલી છે .

– આંખ કાયમ ત્રિફલા ના પાણી થી ધોવે છે ( હરડે બહેડે આમળા આખા રાત્રે પલાળી સવારે તેનું પાણી )

– ગુજરાત ના મુખ્ય મંત્રી હતાં ત્યારે એક વાર સ્વાઈન ફ્લુ સમયે અને એક વાર દાઢ ના દુખાવા સમયે જ ડોક્ટર ની તેમણે જરૂર પડી હતી .

– વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપ ના કાર્યકરો ને દુખ:દ પ્રસંગે સાંત્વના પાઠવવા જરૂર ફોન કરે છે . ( મોટા બન્યા બાદ ભૂલાય નહિ ભાઈ ..તે શીખો )

– તેમના અંગત સ્ટાફ ના તમામ દીકરા દીકરી નું એજ્યકેશન સ્ટેટસ તેમને ખબર હોય છે . અને તેનું ફોલોઅપ રાખે છે

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com