મોજમાં રેવું મોજમાં રેવું

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયું થઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું……….

Mital LADIT

Author: MITAL GADHVI

A leader is one..... Who knows the way..... goes the way.... and shows the way..... and I AM A LEADER......