Gujarati News – ગુજરાતી માં સમાચાર

  • ગાંધીનગર, 19 સપ્ટેમ્બર 2020 શનિવારરાજ્યમાં કોરોના રોગચાળો દિનપ્રતિદિન ભયાવહ બનતો જાય છે. આજે રાજ્યમાં 1432 દર્દીઓ નોંધાયા. તો કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 1,21,930એ પહોંચી જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓનાં મોત થતાં કૂલ મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો છે.તો બીજી તરફ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,02,571 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં વિવિધ જીલ્લાઓંમાં નોંધાયેલો મૃત્યુંઆક આ પ્રમાણે છે, સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, અમરેલી 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. […]
  • શ્રીનગર, 19 સપ્ટેમ્બર 2020 શનિવારભારત-ચીન સરહદે પ્રવર્તી રહેલી તંગદીલી વચ્ચે પાકિસ્તાને ગત 8 મહિનામાં નિયંત્રણ રેખા નજીક જમ્મુ-કાશ્મિરમાં 3,186 વખત સીઝ ફાયર કર્યું છે, 17 વર્ષમાં આ સૌથી વધુ વખત  છે.જો કે કેન્દ્રીય પ્રધાને સંસદમાં જણાવ્યું કે જ્યારે-જ્યારે આવી ઘટનાઓ બની છે, સેનાએ તેનો  જડબાતોડ જવાબ આપ્યો છે, તે ઉપરાંત ઉપલબ્ધ માધ્યમો અને  ચેનલોનો ઉપયોગ કરીને પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવી વિરોધ પણ નોંધાવ્યો છે, આ વર્ષે સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં સેનાનાં 8 જવાનો શહિદ થયા છે, તે ઉપરાંત બે ઘાયલ થયા છે.વર્ષ 2003માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ સંઘર્ષ વિરામ સમજુતીને ભંગ કરી હતી, સીઝફાયર ઉલ્લંઘન ઉપરાંત 1 જાન્યુઆરીથી […]
  • ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમ વખત સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે : આજે રાત્રે 7.30 થી  મુંબઈ ઈન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કરઅબુ ધાબી, તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવારકોરોનાથી માનસિક રીતે છેલ્લા છ મહિનાથી કંટાળેલા અને ભયભીત પણ બનેલા દેશના કરોડો ક્રિકેટ ચાહકો માટે રમત જગત અને મનોરંજન માણવાનું પણ લગભગ બંધ છે ત્યારે યુએઈમાં આવતીકાલથી શરૂ થઈ રહેલ આઈપીએલ બહુ મોટી રાહત અને હળવાશ આપશે તેમ કહી શકાય. દેશ વિદેશના સ્ટાર ખેલાડીઓ ધરાવતી આઠ ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. કાલે સાંજે 7.30 વાગે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ પર રમાનાર મેચથી આ […]
  • કેન્દ્રના બિલ ખેડૂતોને પતાવી દેવાનું કાવતરૂં, કોઇ પણ સંજોગોમાં અમલ નહીં થવા દઇએ : અમરિંદરપંજાબ, હરિયાણા બાદ હવે ઉ. પ્રદેશમાં ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન, દેશભરમાં આંદોલનની આગ ફેલાવાની ભીતિનવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવારમોદી સરકારના કૃષી અને ખેડૂતો સાથે સંકળાયેલા બિલનો દેશભરના 200થી વધુ ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આટલા સમયથી આંદોલન ચાલી રહ્યું હોવા છતા સરકાર બિલ પરત લેવા તૈયાર નથી અને બે બિલને લોકસભામાં પસાર પણ કરી દેવાયા છે. આ સિૃથતિ વચ્ચે ખેડૂતો હવે ઝેર પીને આત્મહત્યા કરવા પણ મજબૂર થયા છે. પંજાબમાં એક ખેડૂતે વિરોધ પ્રદર્શન દરમિયાન ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  60 વર્ષીય ખેડૂતે […]
  • ગાંધીનગર, 18 સપ્ટેમ્બર 2020 શુક્રવારરાજ્યમાં કોરોનાની સ્થિતી પ્રતિદિન ચિંતાજનક બની રહી છે. આજે રાજ્યમાં 1410 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1293 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3289એ પહોંચ્યો છે. તો 1293 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવ્યો છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16108 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 98 છે. જ્યારે 16010 લોકો સ્ટેબલ છે. 101101 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 69077 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36,78,350 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની […]
  • નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવારઅમેરીકામાં ચાઈનિઝ એપ TikTok અને WeChat પર રવિવારથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેને લઈને ટ્રમ્પ સરકારે આદેશ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર ચાઈનિઝ મોબાઈલ એપ TikTok અને WeChat પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રવિવારથી આ બંન્ને એપ અમેરીકામાં ડાઉનલોડ નહી કરી શકાશે.રિપોર્ટ પ્રમાણે અમેરીકન અધિકારીઓએ  શુક્રવારે ચાઈનિઝ મોબાઈલ એપ WeChat અને TikTok પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપતા કહ્યું કે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો છે. આ નિર્ણય અમેરીકા-ચીન વચ્ચે ટેક્નોલોજી પર વધીરહેલા તણાવ અને અમેરીકી રોકાણકારો માટે વીડિયો એપ TikTokના વેચાણ માટે ટ્રમ્પ પ્રશાસનના પ્રયાસ વચ્ચે આવ્યો છે.અમેરીકાના વાણિજ્ય વિભાગ આજે એક આદેશ જાહેર […]
  • અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવારખાનગી શાળાઓની ફીનો મુદ્દો ગૂંચવાયેલો હતો અને આ મામલે કોઇ ચોક્કસ ઉકેલ નહોંતો આવ્યો. વાલીઓ દ્વારા પણ આ મામલે ઉકેલ લાવવા માટે સરકાર અને હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે અને શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં ફી ઘટાડવા મુદ્દે સહમતિ દર્શાવી છે. નોંધનીય છે કે, આ મામલે સરકારે પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.રાજ્યમાં ખાનગી શાળાઓની ફી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ મામલે સરકાર પાસે વિશાળ સત્તાઓ છે. જેથી ફીનો મામલો સરકાર ઉકેલે એમ સ્પષ્ટ જણાવ્યું છે. તેમજ ખાનગી શાળા સંચાલકો પણ ફી ઘટાડવા […]
  • નવી દિલ્હી, તા.18 સપ્ટેમ્બર 2020, શુક્રવારસંસદમાં રજૂ થયેલા કૃષિ બિલના પગલે એનડીએની અંદર જ સંગ્રામ છેડાયો છે. આ બિલના વિરોધમાં અકાલી દળના નેતા અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌરે મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે.જોકે પીએમ મોદી આ બિલને પાસ કરવા માટે મકક્મ છે. ઉલટાનુ તેમણે અકાલી દળ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને કહ્યુ હતુ કે, બિલનો વિરોધ કરનારા લોકો MSP અને સરકારી ખરીદીની વ્યવસ્થા ખતમ થઈ જશે તેવી અફવા ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, બિલના કારણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થઈ જશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે પણ કેટલાક લોકોને […]
  • – એંજિનિયર્સ, ડૉક્ટર્સ અને પ્રોફેસર્સે પણ નોકરી ગુમાવીનવી  દિલ્હી તા.18 સપ્ટેંબર 2020 શુક્રવારકોરોનાના પગલે માત્ર ચાર મહિનામાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થઇ ગયા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું.સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ પ્રગટ કરેલા એક અહેવાલમાં આવો દાવો કરાયો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં જે પ્રગતિ થઇ હતી એ કોરોનાના ચાર માસમાં ધોવાઇ ગઇ હતી એમ કહી શકાય. વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના રોજગારનો આંકડો આ રીતે 2016 પછી પહેલીવાર નીચે ઊતરી ગયો હતો.CMIEના આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે છેલ્લા ચાર […]
  • – વીસ તો નહીં પણ થોડાક જવાનો શહીદ થયા હતા- ગ્લોબલ ટાઇમ્સે 94 દિવસ બાદ કબૂલ્યુંનવી દિલ્હી તા.18 સપ્ટેંબર 2020 શુક્રવારછેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે સતત ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. ભારતીય લશ્કરે ગલવાન કોતરમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ચીની જવાનોને ખદેડી કાઢ્યા હતા. આ દરમિયાન થોડાક ચીની જવાનો માર્યા ગયા હતા પરંતુ ગઇ કાલ સુધી ચીન આ વાત કબૂલ કરતું નહોતુ. હવે ચીને કબૂલ કર્યું હતું કે ગલવાન કોતરમાં થયેલી અથડામણમાં પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો શહીદ થયા હતા. ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એવા અહેવાલ પ્રગટ કર્યા હતા કે ગલવાન કોતરની અથડામણમાં અમારા જવાનો ઠાર થયા […]
RSS Error: A feed could not be found at `https://www.divyabhaskar.co.in/rss-feed/top-news/`; the status code is `404` and content-type is `text/plain; charset=utf-8`