મા રવરાય કૃપાળી દયાળી તને યાદ કરું છું .
દર્શન થાય દાડીદાડી ધજાળી તારું ધ્યાન ધરૂંછુ .
નિર્મળ તારી નજરૂ ફરતી સંકટ વેળા સહાય તું કરતી .
માડી તું છો મમતાળી , ધજાળી . ૧ .
રેઢાં ગૌધન તારાં ચરતાં ઝાલર ટાણે પાછાં વળતાં .
ભેળી તું લાકડીયાળી ધજાળી . ૨ .
ભરે શીયાળે ભૂર ન વાતો કુંડ ન કાળ દૂકાળ સુકાતો .
અવિચળ અમૃત વારી . ધજાળી . ૩ .
તાંત્રિક તેલ કળાઇ ચડાવે મેંદને માડી તું સમજાવે .
રવરૂપે રાણવારી . ધજાળી . ૪ .
ભાટનો મદ ભોં ભેળો કીધો માવલને માં મારગ ચીંધ્યો .
કુંભ બોલાવ્યો નવનાળી . ધજાળી . ૫ .
માવલ ધ્યાન તમારૂં ધરતો કોડથી કન્યા દાન તે કરતો .
જુગતે જાનો જમાડી . ધજાળી . ૬ .
વીર ઘુઘરાળોને નારસુર માડી દેવી તમારે દ્વાર સમાણી .
છલકાયાં સરોવર પાણી . ધજાળી . ૭ .
ઉઢાસ આંગણ રહી અકળાતી દેવલ દાણો એકની ખાતી .
સમરથ બની તું શીંગાળી . ધજાળી . ૮ .
નિરાધાર ને નેહ પડીતી સુરવા સામે પુર ચડીતી .
ચારણીયામાં સ્થપાણી . ધજાળી . ૯ .
ગરવા ગાળે પાટવડ પહાડને જમરા ગામે સીમ વચાળે .
રવ ઉગમણી ભાળી . ધજાળી . ૧૦ .
કડછ ઓટાળે પુનાજ વનાણે ચારણીયામાં ચોક વચાળે .
તલોદરા અને માળી . ધજાળી . ૧૧ .
ભાવેણામાં સરોવર પાળે ચવાના સઘળા નેશ વચાળે .
માવલ ઘર માડી . ધજાળી . ૧૨ .
માદળ તારૂં ખાટડી ગામે કુંભ છે ગીર રાજપરા ધામે .
નજર પડે ત્યાં ભાળી . ધજાળી . ૧૩ .
સચરાચર સઘળે મા ભાળી ક્યાંક બુઢ્ઢીને ક્યાંક તું બાળી .
મારે પ્રાંગણ પગલીયુ પાડી . ધજાળી . ૧૪ .
ભાઇજીને ને કદી ભીડના પડતી રાખી સદાય તે મારી ચડતી .
અવસર લેતી ઉપાડી ધજાળી . ૧૫ .
– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર