હાલ્ય ને ચારણ્ય વળીએ પાછાં

હાલ્ય ને ચારણ્ય વળીએ પાછાં આ પંથ ખોટે પરીયાણ .
હાલવા માંડ્યા જગની હારે માન ગયા સનમાન .

વેશ ભાળી જંગ વંદતું એવા દિવસોને કર યાદ .
દેખાદેખીમાં ડ્રેશ પહેર્યો એમાં થયા બરબાદ .
મર્યાદા નથી પાળતા જોને આજ હવે ઇન્સાન હાલ્યને . ૧ .

ભેળીયો ઓઢીને ભણવા જાવું કોઇ કરે ના શોસ .
આગળના ઇતિહાસને જાણે એને થશે અફસોસ .
બલીદાનો દઇ પ્રાણના ભુલેલ ભાનને આપેલ શાન . હાલ્યને . ૨ .

અંતરીખે ઉભી વાટમાં આયુ આંહીં લેવા અવતાર .
ન્યાળે છે નાખે નજરે જોવા અનુકુળ આચાર .
ધર્મી ને ઘેર નાખવા ધામા માડી થાવા મહેમાન . હાલ્યને . ૩ .

મને શિખામણ આપ્યમાં ચારણ તું તારૂં સંભાળ્ય .
કહીને થાકી કેટલું તું તો લેશ બીજાનો વદાડ .
દઇ દે દારૂને દેશવટો ને મારું કહ્યું તું માન . હાલ્યને . ૪ .

ભાઇજી કે હવે પડ્યને ભોંઠો તું કરતો કન્યાદાન .
દહેજ લઇને દિકરી વેચે ઇ ભુલી ગયો તું ભાન .
દીકરીયુ આખી નાતની જેના માવલે દીધેલ દાન . હાલ્યને ૫ .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...